આક્રોશ@બનાસકાંઠા: ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનો ઉગ્ર વિરોધ, પશુઓને સરકારી કચેરીમાં છોડ્યા
Bk 03

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે.  જેને લઈ હવે ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર સંચાલકોએ ટાયર સળગાવ્યા છે.  આ સાથે રસ્તા વચ્ચે જ ટાયર સળગાવીને વિરોધ કર્યો છે. આ તરફ હવે ઠેર-ઠેર ગૌશાળા સંચાલક, પાંજરાપોળ સંચાલકની અટકાયત થઈ છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આ સાથે થરાદ ગૌશાળાને પાંજરાપોળ સંચાલકોએ પશુઓને રસ્તા પર છોડી મૂક્યા હતા. સંચાલકો દ્વારા મામલતદાર, એસડીએમ કચેરીમાં પશુઓને  છોડવામાં આવ્યા હતા. આ સાથે 500 કરોડની સહાય માટે સાધુ સંતોનું રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

Bk 01

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં થરાદ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ પશુઓને રસ્તા પર છોડી મૂક્યા હતા. મામલતદાર, એસડીએમ કચેરીમાં પશુઓને  છોડવામાં આવ્યા હતા. લમ્પિમાં 500 કરોડની સહાય માટે સાધુ સંતોનું રસ્તા પર વિરોધ પ્રદર્શન થયું. 500 કરોડની સહાય મામલે સાધુ સંતો અને પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોનું રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ડીસા પ્રાન્ત કચેરીને તાળું મારવું પડ્યું હતું. 

Bk 02

ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં આક્રોશ વધતાં ગૌસેવકોએ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીને ઘેરાવો કરતાં મમલો ગરમાયો હતો. મંત્રી ગાડીના કાચ પણ ખોલી શક્યા નહોતા. ગૌસેવકોમાં રોષ વચ્ચેથી પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા. પાંજરાપોળમાંથી ઢોર છોડ્યાં હોવાની જાણ થતાં પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરિકેડ્સ ઉતારી દીધાં હંતા અને મોટી પોલીસ ફોર્સ ઉતારી દીધી હતી. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતાં પોલીસે અનેક કોશિશો કરી હતી, પરંતુ તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યાં છે. તમામ ઢોરને ડીસા સહિતની સરકારી કચેરીઓમાં છોડાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.