બનાસકાંઠાઃ પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી કરતા દિવાલ ધસી પડી, 3 શ્રમિકો દટાયા
data

અટલ સમાચાર, ડેસ્ક

દાંતા તાલુકાના વડવેરા પ્રાથમિક શાળાના દિવાલ ધસી પડતા 3 જેવા શ્રમિક દટાયા હોવાની ઘટના સામે આવી છે. વડવેરા પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા ઉતારવાની કામગીરી કરતા 7 જેટલાં શ્રમિકો કામ કરતા હતા તે દરમિયાન દિવાલ ધસી પડી હતી જેમાં ત્રણ જેવા શ્રમિકો દટાતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વડવેરા પ્રાથમિક શાળામાં જર્જરીત ઓરડામા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં સાત જેટલા શ્રમિકો જર્જરિત પ્રાથમિક શાળાના ઓરડા ઉતારતા હતા તે સમય દરમિયાન પ્રાથમિક શાળાની દિવાલ જર્જરિત હોવાને કારણે ધસી પડી હતી. જેમાં ત્રણ જેવા શ્રમિકો દટાઈ ગયા હતા. શ્રમિકો દિવાલ નીચે દટાતાં જ સ્થાનિક લોકો તેમજ આજુબાજુના લોકો દોડી પહોંચી દટાયેલા 3 જેવા શ્રમિકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. જોકે, આ શ્રમિકોને ઇજાઓ પહોંચતા જ સારવાર માટે 108ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતા જિલ્લા શિક્ષણ અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યાં હતા.