અકસ્માત@ભીલડી: હાઇવ પર ટ્રેલરે એક્ટિવાને અડફેટે લીધું, મહિલાનું ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ભીલડી
ભીલડી નજીક ડીસા-રાધનપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થયુ છે. આજે સવારે નેશનલ હાઇવે પરથી એક્ટિવાર પર પસાર થતાં સ્ત્રી-પુરૂષને બેફામ ટ્રેલરે અડફેટે લીધા હતા. જેમાં મહિલા ટ્રેલરના પાછળના ટાયર નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિતનાએ દોડી આવી ઇજાગ્રસ્તને સારવાર ખસેડ્યા હતા. આ તરફ ભીલડી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ભીલડીમાં ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ભીલડીના રાજવીર સ્વામી અને કંચનબેન દવે એક્ટિવા લઇ જઇ રહ્યા હોઇ પાછળથી આવી રહેલાં ટ્રેલરે તેમને અડફેટે લીધા હતા. આ તરફ અકસ્માતમાં કંચનબેન ટ્રેલરના પાછળના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને ચાલક સ્થળ પર જ ટ્રેલર મુકીને નાસી ગયો હતો. સમગ્ર મામલે ભીલડી પોલીસે મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.