અકસ્માત@પાલનપુરઃ અનાજની ભરેલી ટ્રક પલટતા કારનો કચ્ચરઘાણ, ચાલકનો ચમત્કારિક બચાવ

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં રોજ છાશવારે અકસ્માતના બનાવો સામે આવે છે. જેમા આજે બનાસકાંઠામાં પાલનપુર-આબુરોડ નેશનલ હાઈ વે પર આજે વહેલી સવારે ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે કાર સહિત ચાલક દબાઈ જતા પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ચાલકને જીવતો બહાર કાઢ્યો હતો.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
પાલનપુર-આબુરોડ નેશનલ હાઈ વે પર આજે વહેલી સવારે અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી કાર પણ અનાજની બોરીઓ ભરેલી ટ્રકની નીચે દબાઇ જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારનો ચાલક પણ ટ્રકની નીચે કાર સાથે દબાઇ ગયો હતો. જોકે, ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, કાર ચાલક અમદાવાનો છે. તેમનું નામ રાહુલ મનુભાઈ વાઘ છે.
https://www.facebook.com/569491246812298/
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. તે બાદ તેમણે આ અકસ્માતની જાણ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. કાર ચાલક ગંભીર રીતે કારમાં ફસાઇ ગયો હતો. જેથી તેને ક્રેનની મદદથી અનાજની બોરીઓ નીચે દબાઇ ગયેલા કારચાલકને મહામુસીબતે જીવતો બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાબડતોબ રાહત કામગીરી કરતા યુવકનો જીવ બચ્યો હતો .