ચિંતા@ભાભર: જર્જરીત મકાનમાં પોસ્ટ ઓફીસ, જીવના જોખમે ફરજ બજાવતાં કર્મચારીઓ
ચિંતા@ભાભર: જર્જરીત મકાનમાં પોસ્ટ ઓફીસ, જીવના જોખમે ફરજ બજાવતાં કર્મચારીઓ

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભરની પોસ્ટ ઓફીસને લઇ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભાભરના વોર્ડ નં-5 માં આવેલ પોસ્ટ ઓફીસ હાલ જર્જરીત મકાનમાં કાર્યરત છે. જોકે વરસાદી માહોલ વચ્ચે જર્જરીત મકાનમાં પોસ્ટ ઓફીસના કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે. આ તરફ હવે ચોમાસામાં જર્જરીત મકાન કે છત ધરાશાઇ થાય તો અને કોઇને ઇજા પહોંચે કે કોઇનો જીવ જાય તો જવાબદારી કોની ? તે સવાલ ઉભો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@ભાભર: જર્જરીત મકાનમાં પોસ્ટ ઓફીસ, જીવના જોખમે ફરજ બજાવતાં કર્મચારીઓ

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં પોસ્ટ ઓફીસના કર્મચારીઓ જર્જરીત મકાનમાં ફરજ બજાવવા મજબૂર બન્યા છે. ભાભરના વોર્ડ નં-5 વિસ્તારના એક જર્જરીત મકાનમાં હાલ પોસ્ટ ઓફીસ કાર્યરત છે. જ્યાં પોસ્ટના કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. ફોટોમાં જોઇ શકાય છે તેમ છતના પોપડા ઉઘડી ગયા હોઇ તેના ઉપર હાલ તો તાડપત્રી બાંધવામાં આવી છે. જોકે કદાચ આ છત ધરાશાઇ થાય અને કોઇનો જીવ જાય તે પહેલાં ઉપરી અધિકારીઓ આ મામલે યોગ્ય કવાયત કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે.