બનાસકાંઠા: ગત મોડી રાત્રે સતત ત્રીજા દિવસે 4.6ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા

 
file photo

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ગત મોડી રાત્રે પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ તેની અસર પાલનપુર સુધી જોવા મળી હતી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંભનું કેન્દ્ર બિંદુ રાજસ્થાન છે. ગત મોડી રાત્રે પણ રાજસ્થાન પાસે 2.26 વાગે 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસરો પાલનપુર સુધી જોવા મળી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતા જ પાલનપુર સુધી ધરા ધ્રુજી ઊઠી હતી આમ તો બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી રાત્રિનાં સમયે લોકો ભૂકંપનાં આંચકાનો અનુભવ કરી રહ્યા છે,  બે દિવસ અગાઉ પણ પાલનપુરથી ઉત્તર પશ્ચિમ તરફ 136 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો ત્યારબાદ ગત રાત્રિએ પણ પાલનપુર થી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી