બ્રેકિંગ@થરાદ: સ્નેહમિલનમાં થઈ ચારિત્ર્યની વાત, પોતાની ખાત્રી આપી ધારાસભ્યે રાજકીય નિશાન તાક્યું
bk
થરાદ વિધાનસભા મતવિસ્તાર માટે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં જગદીશ ઠાકોર અને સ્થાનિક કોંગી ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

દરેક વિધાનસભા મતવિસ્તારમાં અત્યારે નવા વર્ષની શુભેચ્છાઓ અપાઇ રહી છે. જેમાં આજે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા પણ સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દરેકને નવા વર્ષના રામ રામ કર્યા અને હરપળ મદદે રહેશે તેવુ કહ્યું હતું. જોકે ભાષણ દરમ્યાન ચારિત્ર્ય અંગે મોટી વાત રજૂ કરી રાજકીય નિશાન તાક્યું હતું. તાજેતરમાં વાયરલ થયેલા કથિત ફોટા વચ્ચે ધારાસભ્યે ઈશારા ઈશારામાં કહી દીધું કે, ચારિત્ર્ય બાબતે મારી કોઈ વાત ક્યારેય પણ આવશે નહિ. ચારિત્ર્યની બાબતમાં મારું નામ ક્યારેય આવ્યું નથી અને આવશે પણ નહિ. આ વાતને સૌએ તાળીઓથી વધાવી લીધી પરંતુ સ્નેહમિલનમા ચારિત્ર્યનો મુદ્દો રજૂ કરી ગુલાબસિંહે આગામી ચૂંટણી માટે રાજકીય હુમલો પણ કરી દીધો છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં નવા વર્ષની શુભેચ્છાઓ માટે નેતાઓ મતદારો સુધી પહોંચી રહ્યા છે. જેમાં આજે થરાદ વિધાનસભા મતવિસ્તાર માટે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં જગદીશ ઠાકોર અને સ્થાનિક કોંગી ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વારાફરતી નેતાઓએ પોતપોતાની વાત રજૂ કરતાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ દરમ્યાન ગુલાબસિંહે અચાનક ચારિત્ર્ય ઉપર પોતાનો પક્ષ મૂકી દીધો હતો. હકીકતે કેટલાક મહિના અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કથિત નેતા અને મહિલાના ફોટા વાયરલ થયા હતા. જેની ઉપર થરાદના પૂર્વ ધારાસભ્ય પરબતભાઇ પટેલને પણ સ્પષ્ટતા આપવાની સ્થિતિ આવી હતી. આથી થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આજે સ્નેહમિલનમાં ચારિત્ર્યનો મુદ્દો મૂક્યો હતો. જેમાં પોતે ચારિત્ર્યની બાબતોમાં ક્યારેય પ્રશ્નાર્થમા નહિ આવ્યાની ખાત્રી દાવો મૂક્યો હતો. આ ચારિત્ર્યની વાતથી ગુલાબસિંહે પોતાને ચારિત્ર્યશીલ તો જણાવ્યાં પરંતુ રાજકીય નિશાન પાર પાડ્યું છે. 

banaskatha


સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી ગણતરીના મહિનાઓમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આથી કોંગ્રેસ દરેક વિધાનસભા વિસ્તારમાં નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી આગામી ચૂંટણીમાં પણ સાથ આપવા જણાવી રહ્યા છે. જેમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહે આગામી ચૂંટણીમાં પણ લોકોનો સહકાર મેળવવા આહવાન કર્યું અને સાથે પોતે ચારિત્ર્ય મુદ્દે સ્પષ્ટ હોવાનું જણાવી દીધું હતું.