ચકચાર@પાલનપુર :સગીરાને ફોસલાવી ઈસમ ભગાડી ગયો, ગુનો થતાં પોલીસે શોધખોળ શરૂ કરી
ચકચાર@પાલનપુર :સગીરાને ફોસલાવી ઈસમ ભગાડી ગયો, ગુનો થતાં પોલીસે શોધખોળ શરૂ કરી

અટલ સમાચાર ડોટ કોમ,પાલનપુર

પાલનપુર તાલુકાના એક ગામમાંથી યુવક 17 વર્ષની સગીરાને ભગાડી જવાનો કીસ્સો સામે આવ્યો છે. યુવકે લલચાવી ફોસલાવી સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને લઈ તેનો પિતરાઈ ભાઈ પાલનપુરથી ઘરે આવી રહ્યો હતો ત્યારે સગીરા ગાયબ હોવાનું સામે આવ્યુ છે. વિધવા માતાએ તેની દિકરી ગુમ થયાની ફરીયાદ પાલનપુર પોલીસ મથકે આપતાં પોલીસે ગુના કામના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર તાલુકાના એક ગામની સગીરાને યુવક ભગાડી ગયાની ઘટના સામે આવી છે. કિશોરીની સગાઈ એક યુવક સાથે કરાઈ હતી. આથી સગીરા તે યુવકના ઘરે ગયા બાદ પરત ફરતી વેળા અચાનક ગુમ થઈ હતી. કિશોરીને લેવા તેનો પિતરાઈ ભાઈ ગયો હતો. આ દરમ્યાન પાલનપુર મુકામે સગીરાએ તેના પિતરાઈ ભાઈને બજારમાં વસ્તુ ખરીદવાનું કહીને ગયા બાદ ગુમ થઈ હતી. લાંબા સમય સુધી સગીરા પરત નહી આવતાં આ મામલે પરિજનોને જાણ કરી હતી. પરિજનોને એક યુવક ઉપર વહેમ જતાં તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યોં હતો. જોકે તેનો ફોન બંધ આવતા આશંકા હકીકત તરફ જતી હોવાનું લાગ્યું હતું. આ તરફ પરિવારે બેબાકળાં બની સગીરાની શોધખોળ કરવા પોલીસ મથકે જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરિવારના સભ્યોએ સગીરાનો સંપર્ક કરવા ખૂબ પ્રયાસ કર્યા હતાં પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. આ સાથે પરિજનોને જે યુવક ઉપર શંકા હતી તેનો ફોન પણ બંધ આવતાં સમગ્ર મામલની જાણ પોલીસને કરી હતી. જેથી પાલનપુર તાલુકા પોલીસે આરોપી વિષ્ણુભારથી સુરેશભારથી વિરૂધ્ધ આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ 18 મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.