દિયોદરઃ ધોરણ 1 થી 9 ચાલુ રાખતા પોલીસે તપાસ કરી શાળા બંધ કરાવી, આચાર્ય સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
file fhoto

અટલ સમાચાર, મહેસાણા


સમગ્ર દેશમાં કોરોનાએ ફરી ત્રીજી લહેર ચાલું કરી છે. તેવામાં ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર દ્વારા ધોરણ 1થી 9ની શાળા બંધ કરવા થોડા દિવસ અગાઉ જાહેરનામું બહાર પડાયું હતું. ત્યારે દિયોદરમાં આવેલી સંસ્કૃતિ વિદ્યાલય સરકારના જાહેરનામાનો ભંગ કરી ધોરણ 1 થી 9 ચાલુ રાખતા પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરી સ્કૂલ બંધ કરાવી આચાર્ય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

gujrat nagrik.

બનાસકાંઠાના દિયોદરમાં આવેલ સંસ્કૃતિ વિદ્યાલયમાં ધોરણ 1થી 9ની શાળા ચાલુ રહી હતી. આ અંગે ખાનગી બાતમીના આધારે બુધવારે દિયોદર પોલીસ દ્વારા આકસ્મિક રીતે તપાસ કરતાં સંસ્કૃતિ વિદ્યાલયમાં ધોરણ 1થી 9નું શૈક્ષણિક કાર્ય શરૂ રહેતા પોલીસ દ્વારા બાળકોની છોડી મુકી અને સરકારના જાહેરનામા ભંગનો ગુનો આચાર્ય અકબરભાઈ ગનીભાઇ શેખ વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.