ચકચાર@ડીસા: દાટી દીધેલી મહિલાની લાશ બહાર કાઢી, મૃત્યુના 1 વર્ષે તપાસમાં વળાંક

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે ડીસા તાલુકાના ગામે દાટી દીધેલી મહિલાની લાશ એક વર્ષ બાદ બહાર નિકાળવામાં આવી હતી. મૃતકના પિયરપક્ષની માંગ મુજબ પોલીસ, મામલતદાર અને ડોક્ટરોની ટીમની હાજરી વચ્ચે લાશ બહાર નિકાળાઇ હતી. આ તરફ મહિલાના મૃત્યુના એક વર્ષે તપાસમાં વળાંક આવતાં નવી વિગતો સામે આવી શકે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ચકચાર@ડીસા: દાટી દીધેલી મહિલાની લાશ બહાર કાઢી, મૃત્યુના 1 વર્ષે તપાસમાં વળાંક

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે ડીસા તાલુકાના ગામે દાટી દીધેલી મહિલાની લાશ એક વર્ષ બાદ બહાર નિકાળવામાં આવી હતી. મૃતકના પિયરપક્ષની માંગ મુજબ પોલીસ, મામલતદાર અને ડોક્ટરોની ટીમની હાજરી વચ્ચે લાશ બહાર નિકાળાઇ હતી. આ તરફ મહિલાના મૃત્યુના એક વર્ષે તપાસમાં વળાંક આવતાં નવી વિગતો સામે આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@ડીસા: દાટી દીધેલી મહિલાની લાશ બહાર કાઢી, મૃત્યુના 1 વર્ષે તપાસમાં વળાંક

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા ગામે એકાદ વર્ષ પહેલાં શિલ્પાબેન ગોસ્વામીનું મોત થયું હતું. જેમની દફન થયેલ લાશ આજે ડીસા મામલતદાર, પોલીસ કાફલો અને ડોક્ટરોની ટિમ સાથે બહાર નિકાળીને એફ.એસ.એલ રીપોર્ટ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની વિગત મુજબ સિહોરી ગામની 20 વર્ષિય શિલ્પા ગોસ્વામીને ધનાવાડા ગામે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કરાવેલ હતા. જે બાદ એકાદ વર્ષ પહેલા સાસરિયામાંથી શિલ્પાએ ઝેરી દવા પી ને આપઘાત કર્યાનો કોલ આવતા પિયરપક્ષ ધનાવાડા ગામે દોડી આવતા દીકરીએ આપઘાત ન કર્યો હોવાની શકા જતા પી.એમ કરાવવા ની માંગ કરી હતી.

ચકચાર@ડીસા: દાટી દીધેલી મહિલાની લાશ બહાર કાઢી, મૃત્યુના 1 વર્ષે તપાસમાં વળાંક

આ તરફ સાસરીયા પક્ષે પી.એમ કરાવ્યા સિવાય દફન વિધિ કરી દેતાં શિલ્પાના પિતાએ સાસરીયાના પાંચ લોકો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેને લઇ મૃતક દીકરીની લાશને બહાર કાઢી પી.એમ. કરી મોતનું સત્ય જાણવાનો પ્રયાસ કરતાં આખરે કાયદાની આંટીઘુંટીમાં પસાર થઇ તંત્રએ એકાદ વર્ષ પછી મૃતક મહિલાની લાશ બહાર નિકાળી એફએસએલ રીપોર્ટ માટે આગળની તજવીજ હાથ ધરી છે.

ચકચાર@ડીસા: દાટી દીધેલી મહિલાની લાશ બહાર કાઢી, મૃત્યુના 1 વર્ષે તપાસમાં વળાંક