કાર્યવાહી@ધાનેરા: પોલીસે ડુંગળીની બોરીઓની આડમાં લઈ જવાતા 79 લાખના પોષડોડા ઝડપ્યા
Apr 27, 2023, 16:49 IST

અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠાના ધાનેરામાં ડુંગળીની બોરીઓની આડમાં લઈ જવાતા પોષડોડા ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે આ પોષડોડા મહારાષ્ટ્રના જલગાંવથી ગુજરાત થઈ રાજસ્થાન લઇ જવાતા હતા. ધાનેરા પોલીસે ટ્રકચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે પોષડોડા અને ટ્રક સહિત 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાત સરકાર દ્વારા એક તરફ રાજ્યમાં નશાનો કારોબાર બંધ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ તરફ ગુજરાતમાં હજુ પણ અલગ અલગ પ્રકારની નશાકારક વસ્તુઓ ઝડપાય છે. બનાસકાંઠામાંથી પણ આવી જ નશાની હેરાફેરી થતી હોવાનું પોલીસે ઝડપ્યુ હતુ. ધાનેરા પોલીસે મોટા પ્રમાણમાં પોષડોડા ઝડપ્યા હતા. ધાનેરા પોલીસે ટ્રકમાંથી 79 લાખથી વધુ રકમના પોષડોડા ઝડપી પાડ્યા છે.