ચુંટણીઃ થરા નગરપાલિકાના વોર્ડ -1 માં ભાજપના તમામ 4 ઉમેદવારનો વિજય
ચુંટણીઃ થરા નગરપાલિકાના વોર્ડ -1 માં ભાજપના તમામ 4 ઉમેદવારનો વિજય

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના બનાસકાંઠાની થરા નગરપાલિકાની 03 ઓકટોબરના રોજ યોજયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં 24માંથી 4 બેઠકો બિનહરીફ થતા આજે 20 બેઠકના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. જેમાં થરા નગરપાલિકાના વોર્ડ નંબર -1 માં ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ છે. ભાજપ ના અશરફ મેમણ, ગિરાબેન શાહ, રસિક પ્રજાપતિ અને વજીબેન પટેલ વિજેતા બન્યા છે. જેમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મત ગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકાના વોર્ડ 11ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત : 1900 થી વધુ મતથી ભાજપનો વિજય : વોર્ડ 11ની પેટા ચૂંટણીમાં ભાજપના ફાલ્ગુની પટેલ જીત્યા : ભાજપના કાર્યકતાઓએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી