ગંભીર@અંબાજી: રક્ષાબંધને ભક્તોની ભારે ભીડ ઉમટી, કોરોનાને ખુલ્લું આમંત્રણ

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે આજે રક્ષાબંધનના દિવસે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. કોરોનાને રોકવા એકબીજાથી સામાજીક અંતર જરૂરી હોવા છતાં આજે અંબાજીમાં લોકોના ટોળેટોળાં જોવા મળતાં આગામી દિવસોમાં કોરોના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે. આજે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે આવ્યા બાદ
 
ગંભીર@અંબાજી: રક્ષાબંધને ભક્તોની ભારે ભીડ ઉમટી, કોરોનાને ખુલ્લું આમંત્રણ

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે આજે રક્ષાબંધનના દિવસે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. કોરોનાને રોકવા એકબીજાથી સામાજીક અંતર જરૂરી હોવા છતાં આજે અંબાજીમાં લોકોના ટોળેટોળાં જોવા મળતાં આગામી દિવસોમાં કોરોના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે. આજે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે આવ્યા બાદ એકબીજાથી દૂરી રાખવાનું ભુલ્યા હતા.

ગંભીર@અંબાજી: રક્ષાબંધને ભક્તોની ભારે ભીડ ઉમટી, કોરોનાને ખુલ્લું આમંત્રણ

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે ઉમટેલી ભીડ જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એકતરફ સરકાર અને આરોગ્ય તંત્ર લોકોને માસ્ક પહેરવાં અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી રહી છે. આ તરફ આજે રક્ષાબંધનના તહેવારને લઇ લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં સરકારી ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાને લઇ લોકડાઉનમાં અંબાજી મંદીરના દ્રારા બંધ કરાયા બાદ અનલોકમાં સરકારી ગાઇડલાઇનના પાલન સાથે મંદીરના દ્રારા ખોલવામાં આવ્યા હતા. જોકે આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં મેળાં જેવો માહોલ સર્જાયો હતો. અંબાજીમાં જાણે ભાદરવીનો મેળો હોય તેમ લોકોની ભીડ ઉમટી પડતાં આગામી દિવસોએ સંક્રમણ વધુ ફેલાવાની ભિતી બની છે.