માવઠું@બનાસકાંઠા: જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કરા પડ્યા, ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતો ચિંતિત

 
Banaskantha

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારે ચોમાસાની જેમ વરસાદ ખાબક્યો હતો. સાથે જ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. ધાનેરના બોડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુંડી, વાછોલ, માંડલમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

રાજ્યમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. ગઇકાલે ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 

આજે 28મી એપ્રિલે પણ હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહીમાં ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે.