ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

અટલ સમાચાર,મહેસાણા ભારતમાં 492 વર્ષ બાદ ફરી રામમંદિર બનવા જઇ રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે અયોધ્યામાં મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઉત્તર ગુજરાતના રાજકારણમાં રામ અધ્યાય શરૂ થયો છે. ભાજપ-કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો દ્વારા રામના નામ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રામના નામ પર હંમેશા રાજકારણ થતુ રહ્યુ છે. ખાસ
 
ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

અટલ સમાચાર,મહેસાણા

ભારતમાં 492 વર્ષ બાદ ફરી રામમંદિર બનવા જઇ રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે અયોધ્યામાં મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઉત્તર ગુજરાતના રાજકારણમાં રામ અધ્યાય શરૂ થયો છે. ભાજપ-કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો દ્વારા રામના નામ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રામના નામ પર હંમેશા રાજકારણ થતુ રહ્યુ છે. ખાસ કરીને એક સમયે દિલ્હીના ટોચના કોંગ્રેસ નેતૃત્વ દ્વારા રામને કાલ્પનીક ગણાવવામાં આવ્યા હતા ત્યારે હવે આ રામના નામ પર જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જીતવાની મહેચ્છા જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કોગ્રેસના અનેક હોદ્દેદારો દ્વારા રામ મંદિર નિર્માણ કાર્યને આવકારવામાં આવ્યુ છે. બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા પણ ફેસબુક પર પોસ્ટ કરી શ્રીરામના મંદિર નિર્માણ કાર્યની પ્રશંસા કરવામાં આવી છે.

ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને આવકાર્યુ છે. હંમેશા રામના નામ પર સવાલો ઉભા કરતુ દિલ્હીનું કોંગ્રેસનું નેતૃત્વ પણ હવે રામમય બન્યુ છે. રામનું નામ જપવાથી સત્તાના શીખર સુધી પહોચવું શક્ય છે તેવું હવે કોંગ્રેસ નેતૃત્વ પણ માની ચુક્યુ છે.

ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા શહેરના રામજી મંદિરે પુજા અર્ચના કરવામાં આવી હતી.

ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

ભાજપના રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા દ્વારા દિવસભર મહેસાણામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

ઉ.ગુ.માં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદોનું એક સાથે જયશ્રી રામ…જયશ્રી રામ..

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી. મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે પણ જયશ્રી રામની રંગોળી દોરી મંદિર નિર્માણ કાર્યને ભાજપના હોદ્દેદારો દ્વારા આવકારવામાં આવ્યુ હતું.

1986 માં ભાજપે પહેલીવાર રામમંદિરને સમર્થન આપ્યુ

1986 માં ભાજપે પહેલીવાર રામમંદિરને સમર્થન આપ્યુ હતું. 1889માં એજન્ડામાં રામમંદિરને સામેલ કર્યુ હતું. 1991માં પહેલીવાર યુપીમાં ભાજપની સરકાર બની, 1998માં 182 બેઠકો જીતી ભાજપે લોકસભામાં સરકાર બનાવી હતી. કલ્યાણસિંહ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા ગયા હતા. અટલ બિહારી અને અડવાણીનું સપનું આજે સાકાર થયુ છે. રામની નગરી અયોધ્યામાં આજે ઇતિહાસ રચાયો હતો. વડાપ્રધાન મોદીએ બુધવારે અયોધ્યામાં વિધિવત રીતે ભૂમિ પૂજન બાદ મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મૂકી હતી.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ રામ સબકે હૈ…

રામ મંદિરની આધારશિલા મૂકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “મર્યાદા પુરુષોત્તમ રામ સર્વોત્તમ માનવીય ગુણોના સ્વરૂપ છે. તેઓ આપણા મનના ઉંડાણમાં રહેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે. તેઓ ક્યારેય ધૃણામાં પ્રગટ ન થઈ શકે. રામ કરુણા છે. તેઓ ક્યારેય ક્રૂરતામાં પ્રગટ ન થઈ શકે. રામ ન્યાય છે. તેઓ ક્યારેય અન્યાયમાં પ્રગટ ન થઈ શકે.”

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રામ સબકે હૈ.. નિવેદન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથએ કહ્યુ કે આ અમે બહુ પહેલાથી કહેતા આવ્યા છીએ. આ સદબુદ્ધી ત્યારે આવવી જોઇતી હતી જ્યારે અહી કેટલાક લોકોના પુર્વજોએ રામલલાની મુર્તિઓને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે એ કોણ હતા, જેઓ અયોધ્યામાં રામલલાનું મંદિર ન બને તેવું ઇચ્છતા હતા.