ઘટના@અમીરગઢ: જીપ નદીમાં ખાબકી, સ્થાનિકોએ મહામહેનતે 10 લોકોને બચાવ્યા

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી અને વરસાદ વચ્ચે અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક જીપ પાણીમાં પલટી જતા 10 લોકો તણાયા હતા. જોકે સ્થિતિ પારખી જઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરતાં તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાને લઇ સ્થાનિક સહિત લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. નોંધનિય છે કે, ભારે વરસાદને જગ્યાએ કેટલીક જગ્યાએ પાણી
 
ઘટના@અમીરગઢ: જીપ નદીમાં ખાબકી, સ્થાનિકોએ મહામહેનતે 10 લોકોને બચાવ્યા

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી અને વરસાદ વચ્ચે અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક જીપ પાણીમાં પલટી જતા 10 લોકો તણાયા હતા. જોકે સ્થિતિ પારખી જઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરતાં તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાને લઇ સ્થાનિક સહિત લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. નોંધનિય છે કે, ભારે વરસાદને જગ્યાએ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક અકસ્માત પણ જોવા મળ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક જીપ પાણીમાં પલટી મારી જવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક ડેરી ગામથી આબુરોડ જતી જીપ નદીમાં પલટી ગઈ હતી. આ તરફ જીપ પાણીમાં પલટી જતા 10થી વધુ લોકો તણાયા હતા. જોકે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં જીપમાં સવાર લોકોમાંથી 10થી વધુ લોકો તણાયા હતા. સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો બચાવી લેવામાં આવ્યા હતા અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.