ઘટના@દાંતીવાડા: ખેતરમાં ગાળાગાળી કરી પત્નિને ગડદાપાટુનો માર માર્યો, પતિ સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
દાંતીવાડા તાલુકાના ગામે પતિએ પરીણિતાના વાળ ખેંચી ગડદાપાટુનો માર મારતાં ફરીયાદ નોંધાઇ છે. પંથકની યુવતિના લગ્ન પાંચેક વર્ષ પહેલાં દાંતીવાડાના યુવક સાથે થયા બાદ તે પ્રથમ સારૂ રાખતાં હતા. જે બાદમાં અવાર-નવાર કામને લઇ ઝઘડાં કરતાં હોઇ પરીણિતા કંટાળીને તેના પિયર જતી રહી હતી. જે બાદમાં પરિવારની સમજાવટથી પરીણિતાના પોતાના સાસરે પરત આવી હતી. આ દરમ્યાન ગઇકાલે બપોરના સમયે તેના પતિએ ખેતરમાં કામ કરવા બાબતે ગાળાગાળી પરીણિતાના વાળ ખેંચી તેને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને લઇ પરીણિતાએ તેના પતિ સામે દાંતીવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા પંથકની યુવતિના લગ્ન ડાંગીયા ગામના શામળભાઇ ઓખાભાઇ ચૌધરી(ગુડોલ) સાથે પાંચેક વર્ષ પહેલાં થયા હતા. જે બાદમાં પ્રથમ સારૂ રાખ્યા બાદ તેમનો પતિ શામળભાઇ અને સાસુ ભીખીબેન ગમે તે બહાને ઝઘડો કરી શારીરિક અને માનસિંક ત્રાસ આપતાં હતા. જેથી કંટાળી પરીણિતા પોતાના પિયર જતી રહી હતી. આ તરફ પરીણિતાના માતા-પિતા અને મોટાબાપાએ સમજાવી ઘરસંસાર ન બગડે તે માટે તેને પરત સાસરી ડાંગીયા મોકલી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે બપોરના સમયે પરીણિતાના ખેતરમાં ઢોરોનું કામ કરતી હતી તે દરમ્યાન તેના પતિએ ગાળાગાળી શરૂ કરી હતી. આ સાથે ખેતરમાં કામ કરવાને લઇ માથાના વાળ ખેંચીની આડેઘડ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેને લઇ આ બાબતે પરીણિતાએ તેના મોટાબાપાને વાત કરી દાંતીવાડા પહોંચી તેમના પતિ શામળભાઇ ચૌધરી સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ દાંતીવાડા પોલીસે આરોપી ઇસમ સામે આઇપીસી કલમ 498A, 323, 294(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.