ઘટના@દિયોદર: શૌચક્રિયા કરવા ગયેલો યુવક અચાનક ગુમ, પરિવારજનો ચિંતાતુર બન્યાં

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામેથી એક 18 વર્ષિય યુવક અચાનક ગુમ થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે શૌચક્રિયા કરવા જવાનું કહી નીકળેલો યુવક પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ તરફ મોડીરાત્ર સુધી યુવક નહીં મળતાં દિયોદર પોલીસ મથકે જાણવાજોગ અરજી કરવા કવાયત હાથ ધરાઇ છે. આ સમાચાર
 
ઘટના@દિયોદર: શૌચક્રિયા કરવા ગયેલો યુવક અચાનક ગુમ, પરિવારજનો ચિંતાતુર બન્યાં

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામેથી એક 18 વર્ષિય યુવક અચાનક ગુમ થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે શૌચક્રિયા કરવા જવાનું કહી નીકળેલો યુવક પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ તરફ મોડીરાત્ર સુધી યુવક નહીં મળતાં દિયોદર પોલીસ મથકે જાણવાજોગ અરજી કરવા કવાયત હાથ ધરાઇ છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવકની કોઇ ભાળ મળી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના વખા ગામેથી એક યુવક ગુમ થયાનું સામે આવ્યુ છે. વખા ગામે ગોદા ગામના સીમાડે રહેતો સંજય ઉર્ફે (હકાજી) કેસાજી ઉ.18 ગઇકાલે બપોરના સમય શૌચક્રિયા કરવાં તળાવ તરફ ગયો હતો. જે બાદમાં મોડા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે, ગત દિવસે અમો ઘરે હતા તે સમય સંજય ઘરેથી શૌચક્રિયા કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જે મોડી રાત સુધી પરત ન ફરતા અમોએ શોધખોળ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે ગુમ થયેલ યુવક આજ સુધી નહીં મળતાં પરીવારજનો પોતાના વ્હાલસોયા દીકરાની રાહ જોઇ બેઠા છે. અચાનક 18 વર્ષિય યુવક ગુમ થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. યુવક ગુમ થયાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં સગાસંબંધીઓ પણ ચિંતામાં મુકાયા હતા. આ તરફ પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે જાણવાજોગ અરજી આપવા પણ કવાયત હાથ ધરી છે.

ઘટના@દિયોદર: શૌચક્રિયા કરવા ગયેલો યુવક અચાનક ગુમ, પરિવારજનો ચિંતાતુર બન્યાં