કાર્યવાહી@ડીસા: પીકઅપ ડાલામાંથી ખીચોખીચ હાલતમાં ભરેલાં 5 પશુઓ સાથે ઇસમ ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડીસા
ડીસા તાલુકાના ગામેથી રૂરલ પોલીસે પીકઅપ ડાલામાંથી ખીચોખીચ હાલતમાં ભરેલા પશુઓ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે ડીસા રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ પુરઝડપે આવતાં શંકાસ્પદ પીકઅપ ડાલાને રોકાવી તલાશી લીધી હતી. જેમાંથી 5 પશુઓ ક્રુરતા પુર્વક બાંધેલી હાલતમાં અને તેમની માટે પાણી કે ઘાસચારાની કોઇ વ્યવસ્થા કરેલ ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે ઇસમને ઝડપી પાડી તેની સામે ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના નવા ગામેથી પોલીસે પીકઅપ ડાલામાંથી પાંચ પશુઓ સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. ડીસા રૂરલ PSI અજયકુમાર.આર.જાદવ સહિતની ટીમ ગઇકાલે નવા ગામ પાસે વાહનચેકિંગમાં હતી. આ દરમ્યાન સાંજના સમયે એક પીકઅપ ડાલું પુરઝડપે આવતું હોઇ તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ડાલામાંથી ભેંસ નંગ-1, પાડી નંગ-1, પાડા નંગ-3 મળી કુલ 5 પશુઓને ક્રુરતા પુર્વક હાલતમાં હોવાનું અને તેમની માટે પાણી કે ઘાસચારાની પણ કોઇ વ્યવસ્થા કરી ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી ઇસમ પાસે પાસ પરમીટ માંગતા ન હોવાનું કહેતાં તેને ઝડપી પાડ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસા રૂરલ PSIની ટીમે વગર પાસ પરમીટે પશુઓ લઇ જતાં ફતેખાન ઇસબખાન મકરાણીને ઝડપી પાડ્યો છે. પોલીસે ગઇકાલે સાંજે નવા ગામ પાસેથી પીકઅપ ડાલામાંથી પશુઓની કિ.રૂ.10,000 અને પીકઅપ ડાલાની કિ.રૂ.3,00,000 મળી કુલ કિ.રૂ.3,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ઇસમ સામે આઇપીસી 279, મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને પશુઓ પ્રત્યે ક્રૃરતા અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h), 11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.