ધાર્મિકઃ ડીસાની પિંક સોસાયટીમાં દશેરા નિમિત્તે 1001 મહા આરતીનું આયોજન કરાયું
ધાર્મિકઃ ડીસાની પિંક સોસાયટીમાં દશેરા નિમિત્તે 1001 મહા આરતીનું આયોજન કરાયું

અટલ સમાચાર, ડેસ્ક

આ વર્ષે કોરોનાનં ગ્રહણ ઓછું રહેવાથી ઘણા લોકોઓ દિલખોલીને નવરાત્રીમા રાશગરબા રમ્યા છે. આ સાથે લોકોમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ 1001 એક દિવાની મહાઆરતી કરી સમાજને અને દેશને કોરોના મુક્ત બનાવી સુખ સમૃદ્ધિ વધારે તે માટે પ્રાર્થના કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસાની પિંક સોસાયટી ખાતે આજે 1001થી દીવાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. નવરાત્રિમાં સતત નવ દિવસ સુધી ખેલૈયાઓએ ગરબે ઘૂમ્યા હતા અને દશેરાની સાંજે દશેરા નિમિત્તે 1001 દીવાની મહાઆરતી કરી માં માતાજી ની આરાધના કરી હતી.સાથે જ સોસાયટીના રહીશો અને ખેલૈયાઓએ કોરોના મહામારીમાંથી સમાજને મુક્ત કરવા માટે પ્રાર્થના કરી હતી. તેમજ આવનાર સમયમાં લોકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય તે માટે અંબેમાંની પ્રાર્થના કરી હતી.