રીપોર્ટ@બનાસકાંઠા: અંબાજી-સુઇગામના વાતાવરણમાં પલટો, અચાનક વરસાદ આવ્યો

અટલ સમાચાર,અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થયુ છે. આજે અચાનક વરસાદ આવતાં બપોરની કાળઝાળ ગરમીથી થોડાક અંશે રાહત મળી છે. આ તરફ વરસાદને કારણે કૃષિપાકો પર સંકટની શક્યતા નકારી શકાય નહી. આજે જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને સરહદી વિસ્તાર સુઇગામમાં વરસાદ આવતાં ગરમીથી રાહત મળી છે. અટલ
 
રીપોર્ટ@બનાસકાંઠા: અંબાજી-સુઇગામના વાતાવરણમાં પલટો, અચાનક વરસાદ આવ્યો

અટલ સમાચાર,અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થયુ છે. આજે અચાનક વરસાદ આવતાં બપોરની કાળઝાળ ગરમીથી થોડાક અંશે રાહત મળી છે. આ તરફ વરસાદને કારણે કૃષિપાકો પર સંકટની શક્યતા નકારી શકાય નહી. આજે જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને સરહદી વિસ્તાર સુઇગામમાં વરસાદ આવતાં ગરમીથી રાહત મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@બનાસકાંઠા: અંબાજી-સુઇગામના વાતાવરણમાં પલટો, અચાનક વરસાદ આવ્યો

બનાસકાંઠા જીલ્લાના અંબાજીમાં નવરાત્રીના બીજા નોરતે વરસાદનું આગમન થયુ છે. આજે અંબાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગરમીથી રાહત મળી છે. આજે બપોરે અસહ્ય ગરમી વચ્ચે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ આવતાં શ્રધ્ધાળુઓ અને સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. આ તરફ ખેડૂતોમાં વરસાદને લઇ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ@બનાસકાંઠા: અંબાજી-સુઇગામના વાતાવરણમાં પલટો, અચાનક વરસાદ આવ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સરહદી વિસ્તાર સુઇગામમાં પણ વરસાદનું આગમન થયુ છે. આજે અચાનક હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ જુવાર, મગ, કપાસ અને બાજરી જેવા પાકો તૈયાર હોઇ વરસાદના આગમનથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે વરસાદ આવતાં બફારાથી થોડાક અંશે રાહત મળી છે.