ચોંક્યા@બનાસકાંઠા: એકસાથે 22 પોઝિટીવ ખુલ્યાં, મોટાભાગના યુવાનો ચેપની ઝપટે
 અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠામાં આજે કોરોના મહામારીનો ચોંકાવનારો ઝાટકો સામે આવ્યો છે. એકસાથે 22 કેસ ખુલ્યાં જેમાં મોટાભાગના યુવાન સ્ત્રી-પુરૂષો હોવાનું સામે આવ્યુ છે. અગાઉની જેમ ફરીથી ડીસા અને પાલનપુર શહેર કોરોના અસરગ્રસ્ત ઝોન તરીકે આગળ વધી રહ્યા હોવાનો ઘટસ્ફોટ છે. બંને શહેરો સાથે કાંકેરજ પંથકમાં પણ કોરોના વાયરસનો મોટો પગપેસારો થઇ ગયો છે. આ સાથે અડધો-અડધ કેસ ગ્રામ્ય વિસ્તારમાં ખુલતાં સંક્રમણ બેકાબૂ ગતિએ ચાલી રહ્યાનું મનાય છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે રર દર્દીઓ ઉમેરાયા છે. આજે નોંધાયેલા કેસોમાં 13 પુરૂષ અને 8 સ્ત્રીઓ પૈકી મોટાભાગના યુવાન વયના હોવાનું ખુલ્યુ છે. આજે ડીસામાં 8, કાંકરેજમાં 6, પાલનપુરમાં 6, વાવ અને સુઇગામમાં 1-1 મળી કુલ 22 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીક અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આજે નોંધાયેલા કેસોની વિગત
ડીસામાં 8 કેસ
- મોહંમદ અજગર નૂરમોહમ્મદ ઘોરી, ઉ.34, જુનાડીસા
 - હિમાંશુ રજનીકાંત મહેસૂરિયા, ઉ.34, ડીસા
 - રાધી હિમાંશુ મહેસૂરિયા, ઉ.32, ડીસા
 - અશોક વાળાભાઈ નાઈ, ઉ.43, ડીસા
 - શોભના પ્રવીણભાઈ રાઠોડ, ઉ.35, ડીસા
 - હર્ષિલ જીતેન્દ્રભાઈ ચાવલા, ઉ.13, ડીસા
 - બબીતુલ્લા મયૂદ્દીન અન્સારી, ઉ.62, માયાનગર ડીસા
 - પોપટજી ભીખાજી ઠાકોર, ઉ.52, નવાવાસ ડીસા
 
કાંકરેજમાં 6 કેસ
- મકવાણા દેવસીભાઈ પરાગભાઈ, ઉ.52, શિહોરી કાંકરેજ
 - પટેલ અલકેશભાઈ સુરેશભાઈ, ઉ.20, શિહોરી કાંકરેજ
 - જોશી રમીલાબેન ત્રિભુવનભાઈ, ઉ.40, જેસુંગપુરા કાંકરેજ
 - સેમનીયા સોનલ નરેશજી, ઉ.21, કાકર કાંકરેજ
 - ઠાકોર વિમુબેન ગોડાજી, ઉ.40, શિહોરી કાંકરેજ
 - ઠાકોર સોનલ બીજોલજી, ઉ.16 શિહોરી કાંકરેજ
 
પાલનપુરમાં 6 કેસ
- શંકરભાઈ કાનજીભાઈ ભુટકા, ઉ.69, ગઢ પાલનપુર
 - મહેન્દ્રભાઈ નાગરભાઈ ટોકરિયા, ઉ.42, ધાણધા પાલનપુર
 - ધરણી ઇન્દિરાબેન અશોકકુમાર, ઉ.58, પાલનપુર
 - પરમાર નયનાબેન મહેશકુમાર, ઉ.37, સર્કિટ હાઉસ પાસે,પાલનપુર
 - મનીષભાઈ ચંદાની, ઉ.32, પાલનપુર
 - મહેશચંદ્ર.કે.જોશી, ઉ.70,બ્રહ્માણીવાસ,માનસરોવર રોડ,પાલનપુર
 
વાવ અને સુઇગામમાં 1-1 કેસ
- અભાભાઈ શંકરભાઈ રાજપૂત, ઉ.40, વાવ
 - પરમાર જયશ્રીબેન અણદાભાઈ, ઉ.24, સુઇગામ
 

