થરાદઃ LCB પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી, રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
થરાદઃ LCB પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી, રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમા દારૂબંધી હોવા છતાં પણ રોજ પ્રતિદિન દારૂ ઝડપાતો રહે છે. થરાદ વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પાડી છે. LCB પોલીસે ગાડીમાંથી રૂપિયા 2 લાખ 22 હજારથી વધુના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી રેડમાં પોલીસે આજ વિસ્તારમાંથી 1 લાખ 19 હજાર 520 રૂપિયા કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી ક્રેટા ઞાડી સહિત કુલ 9 લાખ 19 હજાર 520 રૂપિયા નો મુદૃામાલ કબ્જે લઈ આગળ તપાસ હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, LCB પોલીસને થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીં કે, સાંચોર તરફથી એક SUV ગાડી માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી જેતડા તરફ આવનાર છે. બાતમી હકીકત આધારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસની નાકાબંધી જોઈ દારૂ ભરેલી ગાડી બુટલેગરે ભગાડી મૂકી હતી. જોકે, પોલીસે પીછો કરી તેને પકડી પાડી ગાડીમાંથી 1990 બોટલ જેની કિંમત 2 લાખ 22 હજાર 480 રૂપિયા ગાડીની સહિત 10 લાખ 27 હજાર 980 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ગાડીના ચાલક ભગવાનરામ જાતે બિશ્ર્નોઈ (રહે. અરનાઈ તા.સાંચોર જિ.જાલોર) તથા ભોમારામ રબારી (રહે. હડેતર તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાન)ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.