બેફામ@ડીસા: ડોક્ટરના ઘરમાંથી 3.50 લાખ લઇ ગઠીયો છુમંતર, તપાસ શરૂ

અટલ સમાચાર,પાલનુપર કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં ચોરતત્વો બેફામ બન્યા હોય તેમ ડીસા શહેરની હોસ્પિટલના ઉપરના માળે રહેતાં ડોક્ટરના ઘરમાંથી ગઠીયો 3.50 લાખ ચોરી ગયાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરની આકાશ હોસ્પિટલના ડોક્ટર ત્રીજા માળે પરિવાર સાથે રહે છે. ગત દિવસોએ ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
 
બેફામ@ડીસા: ડોક્ટરના ઘરમાંથી 3.50 લાખ લઇ ગઠીયો છુમંતર, તપાસ શરૂ

અટલ સમાચાર,પાલનુપર

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં ચોરતત્વો બેફામ બન્યા હોય તેમ ડીસા શહેરની હોસ્પિટલના ઉપરના માળે રહેતાં ડોક્ટરના ઘરમાંથી ગઠીયો 3.50 લાખ ચોરી ગયાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરની આકાશ હોસ્પિટલના ડોક્ટર ત્રીજા માળે પરિવાર સાથે રહે છે. ગત દિવસોએ ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમને રજા આપ્યા બાદ તેઓ ઘરે આવતાં ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમને ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરની આકાશ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે તપનભાઇ ગાંધી ફરજ બજાવી અને હોસ્પિટલના ત્રીજા માળે જ પરીવાર સાથે રહે છે. ગત દિવસોએ તપનભાઇનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ આકાશ હોસ્પિટલ પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી હતી. જે બાદ 4 ઓગસ્ટના રોજ ડોક્ટરને રજા મળતાં તેઓ 30 ઓગસ્ટ સુધી હોમ ક્વોરેન્ટાઇન રહી 1 સપ્ટેમ્બરથી હોસ્પિટલ જવાનું ચાલુ કર્યુ હતુ. આ દરમ્યાન તેમને 29 સપ્ટેમ્બરના રોજ બેડરૂમમાં રાખેલા 3.50 મળી ન આવતાં તેમની પત્નિને પુછ્યુ હતુ.

બેફામ@ડીસા: ડોક્ટરના ઘરમાંથી 3.50 લાખ લઇ ગઠીયો છુમંતર, તપાસ શરૂ
જાહેરાત

આ દરમ્યાન ડોક્ટરની પત્નિએ જણાવ્યુ હતુ કે, ગત ર સપ્ટેમ્બરના બપોરે એકથી બે વાગ્યાની વચ્ચે તેમને બેડરૂમમાં જોતાં કબાટ ખુલ્લું હતુ. જેને લઇ તેમને શંકા જતાં જયેશભાઇ વણઝારાને ફોન કરી બોલાવી સીસીટીવી ચેક કરતાં એક છોકરો સંડાસની બારીના કાચ કાઢી અંદર પ્રવેશ્યો હતો. જોકે પત્નિને કબાટમાં પડેલા પૈસાની જાણ ન હોઇ તેમને ફરીયાદીને વાત કરી ન હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ ડોક્ટરે આ ગઠિયા વિરૂધ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે આઇપીસીની કલમ 454,380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.