રોજગાર@દેશ: Bank Of Barodaમાં આટલી જગ્યા માટે ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી ?

 
Bank of Baroda

અટલ સમાચાર, ડેસ્ક

બેન્કમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. બેન્ક ઓફ બરોડાએ રિલેશનશીપ મેનેજર, ફોરેક્સ એક્વિઝિશન તથા રિલેશનશીપ મેનેજર અને ક્રેડિટ એનાલિસ્ટના વિભિન્ન પદ પર ભરતી માટે ઓનલાઈન અરજી સાઈટ ફરીથી ઓપન કરી છે. જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી શક્ય નહોતા, તેઓ બેન્ક ઓફ બરોડની અધિકૃત વેબસાઈટ bankofbaroda.in પરથી અરજી કરી શકે છે.

બેન્ક ઓફ બરોડાએ જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર આ ભરતીમાં વિભિન્ન પોસ્ટ પર કુલ 157 પદ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ 17 મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી બાબતે અધિકૃત વેબસાઈટ પરથી વિગતવાર માહિતી મેળવી શકાશે.

  

કુલ 157 પોસ્ટ પર ભરતી

રિલેશનશીપ મેનેજર સ્કેલ IV- 20 પોસ્ટ

રિલેશનશીપ મેનેજર સ્કેલ III- 20 પોસ્ટ

ક્રેડિટ એનાલિસ્ટ સ્કેલ III- 68 પોસ્ટ

ક્રેડિટ એનાલિસ્ટ સ્કેલ III- 6 પોસ્ટ

ફોરેક્સ એક્વિઝિશન તથા રિલેશનશીપ મેનેજર સ્કેલ II- 12 પોસ્ટ

ફોરેક્સ એક્વિઝિશન તથા રિલેશનશીપ મેનેજર સ્કેલ III- 12 પોસ્ટ

આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે?

જે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી સંબંધિત સબ્જેક્ટ સાથે સ્નાતક કરેલ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અનુભવી વ્યક્તિએ અરજી કરવાની રહેશે.

વય મર્યાદા કેટલી ? 

આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 25થી 45 વર્ષ હોવી જોઈએ. અધિકૃત નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વયમર્યાદા તથા વયમર્યાદામાં છૂટછાટ વિશે જાણકારી આપવામાં આવી છે.

પગારધોરણ કેટલો ? 

MMGS II: 48170 x 1740 (1) – 49910 x 1990 (10) – રૂ.69180

MMGS III: 63840 x 1990 (5) – 73790 x 2220 (2) – રૂ.78230

SMG/S-IV: 76010 x 2220 (4) – 84890 x 2500 (2) – રૂ.89890

અરજી કેવી રીતે કરશો ? 

1- ફોર્મ ભરવા માટે બેન્ક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ bankofbaroda.in ની મુલાકાત લેવાની રહેશે.

 2- હોમ પેજ પર કરિઅર ટેબમાં 'Current Opportunities' પર ક્લિક કરો.

3- જ્યાં ' Specialist Officers for Corporate & Institutional Credit Dept. on Regular basis' લિંક પર ક્લિક કરો અને 'Apply Now' પર ક્લિક કરો.

4- અરજી ફોર્મ ભરીને, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી જમા કરો.

5- હવે ફોર્મ સબમિટ કરો, એપ્લિકેશન કન્ફર્મ કરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ફ્યુચર રેફરન્સ માટે પ્રિન્ટ તમારી પાસે રાખો.