બિગબ્રેકિંગ@ભાવનગર: પોલીસ સમન્સમાં હાજર થાય તે પહેલા જ યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી

 
Yuvraj Sinh

અટલ સમાચાર, ડેસ્ક

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પહેલાં તેમને પોતાના અને પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી હતી. જોકે હવે તેમને પોલીસની પૂછપરછની ચિંતા સતાવી રહી હોય તેવું પણ પ્રતિત થઈ રહ્યું છે. એજ કારણ છેકે, પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાને બદલે યુવરાજસિંહે હજુ પણ થોડા દિવસોનો સમય માંગ્યો છે. 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે, હાલ તબિયત અચાનક લથડી હોવાથી સારવાર કરવી જરૂરી છે. જેથી તેમાં ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં 10 દિવસનો સમય માંગ્યો છે. 

સમગ્ર મામલે યુવરાજસિંહનાં પત્નિએ કહ્યું હતું કે, હાલ યુવરાજસિંહની તબિયત લથડી ગઈ છે. ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં સમય માંગ્યો છે. સતત વધતા જતા ઉજાગરાના કારણે યુવરાજસિંહની તબિયત બગડી હોવાનું કારણ સામે ધરવામાં આવ્યું છે. પરિવારની ચિંતા અને ડિહાઈડ્રેશનના કારણે તબિયત બગડી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેથી સમગ્ર ડમીકાંડ અને તેની પૂછપરછ માટે ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં વધુ 10 દિવસ બાદનો સમય માંગવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ? 

આ પહેલાં યુવરાજસિંહે પોતે ટ્વીટ કર્યું હતુંકે, મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી છે. બહુ મોટા સ્કેમ પર કામ કરી રહ્યો છું. સ્કેમ ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું. ઉલ્લેખનીય છે કે, પોલીસે સમન્સ પાઠવતા જવાબ આપવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતાં. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે કહ્યું કે, હું સાચો છું, ગમે તેવા સવાલોના જવાબ આપવા મારી તૈયારી છે. ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ દ્વારા કરાયેલા આક્ષેપ બાબતે યુવરાજસિંહની SOG પૂછપરછ કરવાની હતી.