રિપોર્ટ@ભરૂચ: ટેન્ડરમા એજન્સીઓના સેટિંગ્સને મોકળું મેદાન આપતાં ડેપ્યુટી ડીડીઓ બે-લગામ, સ્વાર્થ કે નિ:શુલ્ક?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલને વિવિધ વિકાસ કામો માટે તબક્કાવાર અનેક વહીવટી મંજૂરીઓ મળી છે. આ વહીવટી મંજૂરીઓ કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદવા એટલે કે વેપાર કરવા બાબતની હોઈ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કરે છે. હવે ટેન્ડર કરતાં પહેલાં અને ટેન્ડર દરમ્યાન ડેપ્યુટી ડીડીઓ એજન્સીઓને પૂર્વ આયોજિત સેટિંગ્સ કરવા દેવા માટે મોકળું મેદાન આપે છે અને તેમાં કોઈપણ જાતની કસર છોડતાં નથી. આટલું જ નહિ અગાઉના હાઇમાસ્ટ લાઈટિંગ હોય, બાંકડા હોય કે પછી હાલનું રેઈન વોટર હાર્વેસ્ટિગ હોય પરંતુ મદદગારી થવા દેવા તલપાપડ રહે છે. હવે આ એજન્સીઓને સેટિંગ્સ કરવા દેવા સામે મદદગારી નિ:શુલ્ક હોય છે કે ચાર્જવાળી તેના વિશે ગંભીર સવાલો ઉભા થયા છે. ભરૂચ જિલ્લા પંચાયતના વહીવટી વડા એવા ખુદ ડીડીઓ પણ આ ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલની ચાલાકીભરી મદદગારી કેમ રોકી શકતાં નથી?. જેનો આજે સ્પેશિયલ રીપોર્ટ જાણીએ.
ભરૂચ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલને નાણાંકીય વર્ષ 2025-26 દરમ્યાન અને હાલે 2026-27 દરમ્યાન અનેક કામોની વહીવટી મંજૂરીઓ મળી હતી. હવે આ ચોક્કસ વસ્તુઓની ખરીદી માટે વહીવટી મંજૂરીઓ એકમાત્ર ડેપ્યુટી ડીડીઓને જ મળી શકે અથવા બીજા અમલીકરણ પણ શક્ય હતા કે નહિ તે એક અલગ વિષય છે પરંતુ સૌથી ગંભીર સવાલ હવે શરૂ થાય છે. ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલે અગાઉ હાઇમાસ્ટ લાઈટિંગ અને બાંકડા સહિત અનેક વસ્તુઓ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદી કરવા ટેન્ડર કર્યા હતા. આ ટેન્ડરોમા કઈ એજન્સી કે ગૃપ ક્વોલિફાય થશે તેનું પૂર્વ આયોજિત ષડયંત્ર એજન્સીઓ બાજુથી ગોઠવાય ત્યારે ડેપ્યુટી ડીડીઓને તેની ગંધ રહે છે. આ પછી જ્યારે ટેકનિકલ ચકાસણી થાય તેમાં પૂર્વ આયોજિત સેટિંગ્સ વાળી 3 એજન્સી માન્ય થાય અને તેમનાં વચ્ચે તદ્દન બનાવટી/નાટ્યાત્મક ભાવ હરિફાઈ થાય છે. જેને મૂંગા મોઢે ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલ મોકળું મેદાન આપી મદદગારી પણ કરાવે છે ત્યારે તાત્કાલિક અસરથી તપાસ થવી જરૂરી બન્યું છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલે પ્રાથમિક શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિગ માટે રૂપિયા 1.10 કરોડની બીડ વેલ્યુ સાથે ટેન્ડર કર્યું છે. આ ટેન્ડરમા એજન્સીઓની પૂર્વ આયોજિત મિલીભગત છતાં ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલ ઈરાદાપૂર્વક આંખ આડા કાન તો કર્યા પરંતુ ઉપરથી મદદગારી માટે મહેનત કરી છે. આટલું જ નહીં આ ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલ વિશે વહીવટી અને રાજકીય તેમજ નાગરિક આલમમાં એવી ચર્ચા છે કે, ખુદ ડીડીઓ પણ કેમ મદદગારી રોકી શકતાં નથી તે બાબતે સવાલો છે. ભરૂચ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલને જાણ છે કે, રેઇન વોટર હાર્વેસ્ટિગ ખરીદીમાં એજન્સીઓએ આર.એ દરમ્યાન રિંગ કરી અને દેખાડો કરવા પૂરતી ભાવ હરિફાઈ કરી છે પરંતુ તેને ચલાવી લેવાનું થાય છે. હવે આ બધી જ બાબતો જ્યારે ડીડીઓને ધ્યાને આવે છે છતાં મૌની બાબા બની ભ્રષ્ટાચારના કર્મો કરે એ ભોગવે એ પધ્ધતિ માફક જોતા જ નથી અને ધ્યાને પણ લેતાં નથી. કેમ છે ડેપ્યુટી ડીડીઓ નિકુંજ પટેલ બે-લગામ તેનો અહેવાલ ટૂંક સમયમાં

