ગુજરાતઃ ભરુચના અશાંતધારા વિસ્તારમાં મકાનના 10 લાખ ન આપે ત્યાં 1 કરોડની ઓફર થતા ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક
ભરુચના હાથીખાનામાં અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવાની લાલચ આપનારને લઈને મામલો ગરમાયો છે. સમગ્ર મામલે લાલાચ આપનાર સામે ફરિયાદ પણ નોંધાઈ છે. અશાંતધારાવાળા વિસ્તારમાં મકાન ખરીદવા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો. મકાનની કિંમત કરતા વધુ કિંમત આપવાની ચેટમાં ઓફર કરી હતી..જેને લઈને હવે મામલો વધુ ગરમાયો છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
ભરૂચમાં હાથીખાના વિસ્તારમાં 1 કરોડનું ઘર ખરીદવાની લાલચ આપનાર સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઉસ્માન પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ ઉસ્માન પટેલ નામના વ્યક્તિએ અશાંતધારા વિસ્તારમાં મકાનની કિંમત કરતા વધુ કિંમતની ઓફર કરી મકાન ખરીદવા મેસેજ કર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે જે વિસ્તારમાં મકાનોની કિંમત 5થી 10 લાખ કોઈ આપવા તૈયાર નથી તેના 1 કરોડની ઓફર કરાઇ. વિદેશથી પ્રતિ ઘર દીઠ એક કરોડ ઓફર કરાઇ હતી. જેને લઇ હવે ફરિયાદ નોંધાઇ છે, હાથીખાના વિસ્તારમાં એક મહિના પહેલા પણ મકાનો અને મંદિરો વેચવાના બેનર લાગ્યા હતા ત્યારે બેનરો લાગતા સમગ્ર રાજ્ય અને સોશિયલ મીડિયા ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડ્યો હતા.
https://www.facebook.com/569491246812298/
અશાંતધારો લાગુ હોવા છતા ઘર ખરીદવા લાલચ મુદ્દે સળગતા સવાલો
ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનું પાલન કેમ નહીં?
લોકોને મકાન વેચવા કેમ કરાઈ રહ્યા છે મજબૂર?
લોકોને લાલચ અને ધમકી આપનાર સામે કાર્યવાહી ક્યારે?
અશાંતધારામાં મકાન ખરીદીવાને લઇ કોણ ષડંયત્ર કરી રહ્યું છે?
વિદેશથી કરોડોના મકાન ખરીદવાની ઓફર કોઇ ષડયંત્ર તો નથી ને?
વિદેશમાંથી કોણ 5 લાખનું મકાન 1 કરોડમાં ખરીદવા તૈયાર થાય છે?
5 લાખના મકાનને 1 કરોડમાં ખરીદવા પાછળનું ઇરાદો શું?