કરૂણતા@ભરૂચઃ દિકરાએ માતાના અંતિમ સંસ્કાર કરવા મૃતદેહને પાટીયા પર મુકી સ્મશાનમાં પહોચ્યો

અટલ સમાચાર, ડેસ્ક
ભરૂચમાં એક મૂકબધિર યુવાને પોતાની માતાના અંતિમ સંસ્કાર કરવા સંઘર્ષ કરવો પડ્યો. જોકે, કરુણતા એ હતી કે, માતાના અંતિમ સંસ્કાર કરવા સાથે કોઈ નથી. મૂકબધિર હોવું આ યુવાન માટે સજા બની ગયુ હોય તેમ મદદ માગવી તો કોની અને કેવી રીતે? મૂકબધિર યુવાને છેવટે ભારે હૈયે માતાના મૃતદેહને નાના પૈડા સાથેના પાટીયા પર મૂક્યો અને પાટીયું ખેંચીને સ્મશાન તરફ જવા લાગ્યો. યુવાનની લાચારી જોઈને કેટલાક લોકો તેની મદદે આવ્યા અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં અને અંતિમ સંસ્કાર કરવામાં તેની મદદ કરી.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટરો લઇ ગયો હતો. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક દોરડાના સહારે પાટિયાની નાનકડી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી ખેંચીને લઇ ગયો હતો. આ જોઇને સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની ગયા હતા. આવા દ્રશ્યો જોઇને તેઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી.
સુ્ત્રોએ જણાવ્યું હતુ કે, જન્મથી જ મૂકબધિર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતા મૂંગા દીકરા માટે માતાના અંતિમ સંસ્કાર કસોટી સમાન બની ગયા હતા. આ પુત્ર જે પૈડાવાળી લારી પર માતાને બેસાડી ભીખ માંગતો હતો તે જ ગાડી પર મૃતક માતાને સુવડાવીને અંતિમ સંસ્કાર માટે લઇ ગયો હતો. જયાં કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલિક મૂકબધિર પુત્રની મદદ કરી હતી. લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ રિવાજ મુજબ સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. જોકે, અંતિમસંસ્કાર બાદ પુત્ર પોક મુકીને રળી પડ્યો હતો.