શ્રધ્ધા@જુનાગઢ: PHD કરેલા ભાવેશકુમાર બન્યા સન્યાસી, જાણો ભારદ્વાજ નંદગીરીની કહાની

 
Junagadh Bhardwaj nandgiri

અટલ સમાચાર, ડેસ્ક

સંત, સુરા અને સાવજોની ભૂમિ એટલે જુનાગઢ. તાજેતરમાં શિવરાત્રીના મહામેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન હવે જૂનાગઢના મુચકુંદ મહાદેવ મંદિર ખાતે એક PHD કરેલા સાધુ પોતાનું સંન્યાસ જીવન વિતાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ફક્ત 27 વર્ષની ઉંમરે તેમણે આ સન્યાસ ધારણ કર્યો હતો. પરંતુ એજ્યુકેશનને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું. બ્રાહ્મણ કુટુંબમાંથી આવતા સંન્યાસ પહેલાનું નામ જેનું પંડિત ભાવેશકુમાર આચાર્ય (શ્રીમાળી) હતું. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1988 માં થયો હતો. તેઓ હવે સંન્યાસ લીધા બાદ ડો. ભારદ્વાજ નંદગીરીના નામથી ઓળખાઈ રહ્યા છે.

 

હાલ મુચકુંદ મહાદેવ મંદિર ખાતે સન્યાસી જીવન વિતાવી રહેલા પંડિતનું નામ ડો.સન્યાસી ભારદ્વાજ નંદગીરી છે. તેમણે ફક્ત 27 વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કર્યો હતો. તેમના પરિવારમાં માતા-પિતા,દાદા દાદી,ભાઈ બહેન સહિતના છ સભ્યોનો પરિવાર છે. આ પરિવારને ત્યાગીને સન્યાસ ધારણ કર્યો. સન્યાસ ધારણ કર્યા પહેલા તેઓએ ભારતીય વૈદિક જ્યોતિષ સંસ્થા કાશીમાં જ્યોતિષશાસ્ત્ર આધારિત સંશોધન વિષય પર કામ કર્યું અને પીએચડીની ડિગ્રી મેળવી હતી.હાલમાં તેઓને સન્યાસીના બિરુદ પહેલા ડો. ની પદવી લાગી રહી છે.

શું કહ્યું ડો.ભારદ્વાજનંદગીરીએ ? 

ડો.ભારદ્વાજનંદગીરીએ જણાવ્યું હતું કે, હાલમાં નાસ્તિકવાદ અને ધર્મની વ્યવસ્થા ખૂબ જ બગડી રહી છે. વ્યવસ્થા વાળા સંપ્રદાયોને કારણે આસ્થા અને શ્રદ્ધા ખૂટતા લોકો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. સનાતન ધર્મ એ એક શ્રદ્ધાનો વિષય છે. આજે અમારા ગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી યુવાનોમાં સૌથી વધારે આસ્થાને વિશ્વાસ જગાવી ધર્મ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લોકોને સનાતન ધર્મ તરફ વાળવાનો પ્રયાસ

સન્યાસી ભારદ્વાજ નંદગીરીએ પોતાના ભવિષ્ય અંગેના કાર્યો વિશે જણાવ્યું હતું કે, હાલમાં અનેક યુવાનો ખૂબ મોટી સંખ્યામાં સનાતન પરંપરા માટે સન્યાસી બની કંઈક કરી છૂટવા માંગે છે. ત્યારે આવનારા દિવસોમાં અલગ અલગ શાસ્ત્રો મુજબ સનાતન ધર્મનો ફરી ઉત્થાન થાય અને ભારત વિશ્વ ગુરુ બને તે તરફ હું પ્રયાસ કરવા માગું છું અને જેના પ્રયાસો હાલમાં મેં શરૂ પણ કરી દીધા છે અને યુવાનોને સનાતન ધર્મ અંગે હાલમાં હું પરિચય આપી રહ્યો છું અને તેમને સનાતન ધર્મ તરફ વધુને વધુ લોકો વડે તેવા પ્રયત્નો પણ હાલ હું કરી રહ્યો છું.