બ્રેકિંગ@ગુજરાત: ભાવનગર-હરિદ્વાર ટ્રેનને લીલીઝંડી, મહેસાણા-પાટણ સહીત અહીં ઊભી રહેશે
અટલ સમાચાર, ડેસ્ક
ભાવનગરથી હરિદ્વાર માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે રેલ યાત્રિયો માટે સારા સમાચાર સામએ આવ્યા છે. વિગતો મુજબ રેલ્વે બોર્ડે હરિદ્વાર માટે નવી ટ્રેનને મંજૂરી આપી છે. ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે.
ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજરરવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર, 2023થી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચલાવશે. હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને સાંસદ ડૉ. ભારતીબેન ડી. શિયાળ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે.
ભાવનગર - હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 04.09.2023 થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાતઃ 03.45 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે હરિદ્વાર - ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06.09.2023 થી દર બુધવારે પ્રાતઃ 04.55 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 13.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધાનેરા, મારવાડ જંકશન, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનું, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, પૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂકી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.