આરોગ્ય સાથે ચેડાઃ ભાવનગર રોડ ઉપરથીં ડુપ્લીકેટ તેલ બનાવતી ફેકટરી ઝડપાઇ

પોલીસે  ફૂડ  વિભાગને બોલાવી આ તેલના સેમ્પલ લેવડાવ્યા હતા અને સાથે 15 કિલોગ્રામના 25 ડબ્બા  અને કેમિકલની ત્રણ બોટલમળી કુલ 84098 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 
 
botad

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપરથીં ડુપ્લીકેટ તેલ બનાવતી ફેકટરી ઝડપાઇ છે.  આ ફેક્ટરીમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ તેલ બનવવામાં આવતું હતું. રાજ પ્રોટીન નામની ફેકટરીમાં ડુપ્લીકેટ તેલ બનાવવાનો કારસો ચાલી રહ્યો હતો. પોલીસે  ફૂડ  વિભાગને બોલાવી આ તેલના સેમ્પલ લેવડાવ્યા હતા અને સાથે 15 કિલોગ્રામના 25 ડબ્બા  અને કેમિકલની ત્રણ બોટલમળી કુલ 84098 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

બોટાદ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલી આ તેલ ફેક્ટરીમાં રેડ પાડી હતી. આ ફેક્ટરીમાં તેલના 7 ટાંકા હતા. આ 7 સ્ટોરેજમાં તાપસ કરતા કેમિકલ ભેળવી સિંગતેલ બનાવતા હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેમિકલનો ઉપયોગ કરી સોયાબીનમાંથી સીંગતેલ બનાવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયૉ છે.