ભાવનગરઃ કટલેરી વેચવા ગયેલી મહિલાને માથાના ભાગે લોખંડની પાઇપ મારી મોતને ઘાટ ઉતારી

જેના કારણે પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અવાર-નવાર રીક્ષામાં લઈને જનાર સાજણ અલગોતર વિરુદ્ધ તેમના પતિએ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
 
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક

 ભાવનગરના ભાલ પંથકનાં ગણેશગઢ મેવાસા રોડ ઉપર મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતી પરણીતા કટલેરી વેચવા માટે ભાલ વિસ્તારમાં ગઈ હતી એ દરમિયાન હત્યા કરવામાં આવી છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં 302 મુજબ હત્યાનો ગુનો દાખલ થયો છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પાંચ દીકરાની માતા દક્ષાબેન રાઠોડ નામની મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. જેના કારણે પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અવાર-નવાર રીક્ષામાં લઈને જનાર સાજણ અલગોતર વિરુદ્ધ તેમના પતિએ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.