ભાવનગરઃ ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, આજે ફરી એકવાર પરિવારનો મોભી મોતને ભેટ્યો

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવવાથી અનેક લોકોના મોત થયા છે. આ અંગે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યાવાહી કરવામાં નથી આવી રહી. હવે ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. ગારીયાધાર તાલુકામા ખુટિયાઓ મોતનું કારણ બન્યા છે.
ગારીયાધારમા મકવાણા ભાવેશ બાબુભાઇ નામના યુવકનું અવસાન થયું છે. નોંધાણવદર ગામેથી આવતા ધોળા કુવા પાસે ખુંટીયાએ અડફેટે લેતા યુવકનુ મોત થયું છે. અકસ્માત બાદ ગારીયાધાર હોસ્પિટલ ખાતે યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે ઈજા વધારે ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ભાવનગર સિવિલ ખાતે ખસેડાયો હતોય જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરાયો હતો. ભાવનગર જિલ્લામાં વારંવાર રખડતા ઢોરના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. જો કે સત્તાધીશો હજુ પણ આંખ આડા કાન કરી તમાશો જોતા હોય તેવું લાગી રહ્યું છે.
સમગ્ર રાજકોટ જિલ્લામાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે શાપર -વેરાવળમાં ઢોરના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શાપર નજીક આવેલા શાંતિધામ વિસ્તારમાં એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હતાં. ઢોરના કારણે ઇજા પામેલા વૃદ્ધા નું નામ જીવીબેન મકવાણા હોવાનું સામે આવ્યું છે.
70 વર્ષીય આ વૃદ્ધા આપવી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓને આખલાએ અડફેટે લીધા ત્યારે ઊંચા ઉછાળ્યા હતા આ સમયે તેઓને ભારે ડર લાગી ગયો હતો. આ વૃદ્ધાએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ પણ કરી હતી આ જીવીબેન મકવાણા નામના વૃદ્ધાને બચાવવા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે આ વૃદ્ધા મહિલાને છોડાવ્યા હતા.