તપાસ@તળાજા: લોકડાઉનમાં કન્સ્ટ્રક્શન ચાલુ, વનવિભાગ સામે જાહેરનામું ધ્વસ્ત
તપાસ@તળાજા: લોકડાઉનમાં કન્સ્ટ્રક્શન ચાલુ, વનવિભાગ સામે જાહેરનામું ધ્વસ્ત

અટલ સમાચાર, ભાવનગર

કોરોના મહામારી વચ્ચે તળાજા તાલુકા વહીવટીતંત્રની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. મામલતદાર કચેરી નજીક વનવિભાગનું બાંધકામ ચાલું હોઇ જાહેરનામાનો ભંગ થતાં ખળભળાટ મચી ગયો છે. મજૂરો મોટી સંખ્યામાં કામ કરતાં હોઇ લોકડાઉનની અમલવારી ધ્વસ્ત થઈ છે. આવી સ્થિતિમાં વનવિભાગ અને કોન્ટ્રાક્ટર એજન્સીની હરકત ચોંકાવનારી બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગર જિલ્લાના તળાજા નજીક રોયલ ચોકડી પાસે બાંધકામ ચાલુ હોવાનું સામે આવ્યું છે. વિગતો મેળવતાં ખબર પડી કે, લોકડાઉન વચ્ચે પણ વનવિભાગના ક્વાર્ટર સહિતનું બાંધકામ બેફામ ચાલું છે. મોટી સંખ્યામાં મજૂર સહિતના માણસો કામે લાગ્યા હોવાના દ્રશ્યો જોતાં હડકંપ મચી જવા ગયો છે. આનાથી કોરોના વાયરસની મહામારી વચ્ચે વહીવટી તંત્રના અનેક આદેશ અને જાહેરનામાનો અમલ શંકાસ્પદ બની ગયો છે. સૌથી મોટી વાત છે કે, તળાજા મામલતદાર કચેરીથી ફક્ત 600 મીટરના અંતરે ફોરેસ્ટ વિભાગનું કામ નિયમોને બાજુ પર રાખી ચાલું છે. બહારના જિલ્લાના મજૂરો દ્વારા કામગીરી થતી હોવાનું બહાર આવતા દોડધામ મચી ગઇ છે.

તપાસ@તળાજા: લોકડાઉનમાં કન્સ્ટ્રક્શન ચાલુ, વનવિભાગ સામે જાહેરનામું ધ્વસ્ત

શું કર્યું મામલતદારે ?

સમગ્ર મામલે તળાજા મામલતદાર જેતુનબેન કનોજીયા સ્થળ પર બાંધકામ ચાલુ જોઇ ચોંકી ગયા હતા. જાહેર માર્ગ નજીક બેરોકટોક બાંધકામ ચાલું હોવાનું પકડાઇ જતાં જંગલ આલમમાં અને એજન્સીમાં ચકચાર મચી ગઇ છે. આથી હવે જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ નોંધાવવી અત્યંત મહત્વની બની ગઇ છે.

લોકડાઉનમાં કેમ ચાલુ રાખ્યાનો ઘટસ્ફોટ

સૂત્રોએ જણાવ્યું હતું, ભાવનગર જિલ્લાના તળાજા અને રાજુલા નજીક વનવિભાગનું બાંધકામ લોકડાઉન વચ્ચે ચાલુ કર્યું છે. ગત નાણાંકીય વર્ષની ગ્રાન્ટ વાપરવાની હોઇ પાયા લેવલથી તાત્કાલિક કામ ઉપાડ્યું છે. સૌથી મોટી આશંકા આવી છે કે, બાંધકામ પૂર્ણ ન હોવા છતાં કોન્ટ્રાક્ટરને ગ્રાન્ટની મોટી રકમ ચૂકવી દેવામાં આવી છે. આથી લોકડાઉનનો લાભ લઈ યુધ્ધના ધોરણે બાંધકામ કરી રહ્યા છે.