કાર્યક્રમ@અમદાવાદ: સરખેજમાં અમિત શાહના હસ્તે ઓકાફ તળાવ રિનોવેશનનું ભૂમિ પૂજન
અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે સરખેજમાં ઓકાફ લેક રિનોવેશનનું ભૂમિ પૂજન કર્યું હતું. આ દરમિયાન મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં 7 કાર્યક્રમમાં હાજર રહેશે અને 1652 કરોડની કેટલીક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન કરશે. અમદાવાદમાં સરખેજ-ઓકાફની સાથે ભાડજ ઓગણજ અને જગતપુરમાં નવી પરિયોજનાઓની સાથે સાથે ત્રાગડમાં સાર્વજનિક પાર્ક અને તળાવનું ઉદ્દઘાટન કરશે.
અમિત શાહ અમદાવાદ અને ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. તે પછી ગાંધીનગરમાં નિપર ઇંસ્ટીટ્યૂટની નવી બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરશે. બપોરે તે ગાંધીનગરમાં ચૂંટણી વિસ્તારના વિકાસની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. તે પછી ત્રાગડમાં એક જનસભાને સંબોધિત કરશે. અમદાવાદમાં આ કાર્યક્રમ પછી ગૃહમંત્રી અમિત શાહ નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ટ રિસર્ચ-એનઆઇપીઇઆરની નવી બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરશે, જે ગાંધીનગરમાં પાલજ એરપોર્ટ સ્ટેશન સામે આવેલી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી પણ હાજર રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમિત શાહ અમદાવાદ આવેલા RSS પ્રમુખ મોહન ભાગવતને પણ મળે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેટલાક મંત્રી પણ હાજર રહેશે. જોકે, ઓફિશિયલ રીતે આ મુલાકાત અંગે જાણકારી આપવામાં આવી નથી.