ભૂકંપ@કચ્છ: ફરી 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર

 
Bhukamp

અટલ સમાચાર, ડેસ્ક

ભૂકંપના નાના આંચકા તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. કચ્છમાં બુધવારે મોડી રાત્રે રિકટેર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

આ જ વર્ષના માર્ચ મહીનામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, કચ્છના કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે. તેના કારણે ભારતીય પ્લેટ પર અત્યંત ખતરનાક અસર થશે. 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના નાના આંચકા એ સામાન્ય બાબત બની ગઈ છે. પણ છેલ્લા થોડા માસમાં ભચાઉ, રાપરની આસપાસ જે આંચકા લાગ્યા હતા તેથી સંશોધનકર્તાઓનું ધ્યાન તેમના ભણી આકર્ષાયુ હતું.

મહત્વનું છે કે, ભૂકંપ આવે તો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.