હત્યા@ભુજઃ અગમ્ય કારણો સર મિત્રએ જ ભાઇબંધને છરીના અનેક ઘા મારી રહેંશી નાખ્યો
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક

ભુજ તાલુકાના માધાપર ગામમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ભુજના માધાપરમાં દૂધની ફેરી કરતા યુવકની મિત્રના હાથે કરપીણ હત્યાથી સમગ્ર પંથકમા હડકંપ મચ્યો છે. દૂધની ફેરી કરતા રબારી સમાજના યુવકનું માધાપરના લોહાણા સમાજવાડી પાસે છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. જો કે આ હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
 
રાજકોટ: જેતપુર તાલુકાના ચારણીયા ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર યુવતીના માતા પિતા બહાર ગામ ગયા હતા અને પાછળથી યુવતીએ મોતને વહાલું કરી લીધું. આપઘાત કરનાર યુવતીનું નામ જાનકી રાજુભાઇ રાઠોડ છે. 18 વર્ષની જાનકીએ ક્યા કારણે આપઘાત કર્યો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.

સગીર વિદ્યાર્થીની પર અનેક વાર દુષ્કર્મ કરનાર શિક્ષકને 20 વર્ષની સજા
ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.