રિપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ સારવાર માટે મુંબઇ લઇ જવાયા

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. તેમની સારવાર વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આજે સવારે અનુજ પટેલને મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં લઇ જવાયા છે. બ્રેઈન સ્ટ્રોક આવતા રવિવારે અનુજ પટેલને તાત્કાલિક કે ડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અનુજ પટેલનું અંદાજિત 2 કલાક સુધી ઓપરેશન કરવામાં આવ્યું હતુ. CM ભૂપેન્દ્ર પટેલ સહિતના પરિવારજનો હોસ્પિટલમાં હાજર હતા. અનુજ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોડી રાતથી માહિતી મળી રહી હતી કે, અનુજ પટેલની તબિયત સુધારા પર છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ કેડી હોસ્પિટલ ખાતે અનુજ પટેલનની તબિયત જોવા પહોંચ્યા હતા. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવર્ત પણ તબિયત જોવા પહોંચ્યા હતા. આજે પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. 

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે સાત કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, સચિવ અશ્વિનીકુમાર તથા કમિશનર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા 60 મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ થનાર છે. જોકે, આ કાર્યક્રમમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી નહીં આપે.