બજેટ@2023: ઉત્તર ગુજરાતને મોટી ભેટ, ફલાયઓવર અને છ-માર્ગીય હાઇવે માટે 160 કરોડની જોગવાઈ

 
Budget 2023

અટલ સમાચાર, ડેસ્ક

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું લક્ષ્ય છે. આજે બજેટમાં અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને `૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે ૧૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે. 

• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે `૨૮૦૮ કરોડની જોગવાઇ.

• મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે `૨૮૦૦ કરોડની કામગીરીનું આયોજન.

• ૭ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગની કામગીરી માટે અંદાજીત `૨૨૦૦ કરોડની જોગવાઈ.

• જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે ૧ હજાર કિલોમીટર લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની `૧૬૭૯ કરોડની કામગીરીનું આયોજન.

• `૯૬૨ કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગિય કેબલ સ્‍ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ.

• સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.

• અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને `૩૩પ૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે `૬૧૫ કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે ૩૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા `૧૭૫૦ કરોડની અંદાજીત કિંમતના કામોને મંજુરી મળેલ છે જે પૈકી ૧૧૮૫ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે `૬૦૦ કરોડની જોગવાઈ.

• જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે `૫૫૦ કરોડની જોગવાઈ.

• `૪૦૧ કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની ૮૦ કિ.મી. લંબાઇની ખુટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ.

• ભરૂચ દહેજ રસ્તા પર `૪૦૦ કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી ૩ કિ.મી. લંબાઈનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ.

• ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો `૩પર કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.

• રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના `૨૪૪૦ કરોડના આયોજન અંતર્ગત ૨૫ રસ્તાઓની `૬૯૩ કરોડની કામગીરી. જેના માટે `૨૭૮ કરોડની જોગવાઇ.

• પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે `૨૦૦ કરોડની જોગવાઇ.

• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ–૬૫ ના ૪૦ કિ.મી. લંબાઈના રસ્તાને વિકસાવવા માટે `૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.

• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા ૨૧૮ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી ૯૫ કિ.મી. લંબાઇના રસ્તાઓ માટે `૨૧૯ કરોડની કામગીરી. જેના માટે `૧૪૦ કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે `૩૨૨ કરોડની કામગીરી. જેના માટે `૧૨૩ કરોડની જોગવાઇ.

• રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે:o ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવતા રેલ્વે લેવલ ક્રોસીંગ તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી. ની કામગીરી પૈકી `૨૯૭૬ કરોડના ખર્ચે કુલ ૫૨ (બાવન) રેલ્વે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ. o ફાટક મુકત અભિયાન હેઠળ ૪૧૧૮ કરોડના ખર્ચે કુલ ૮પ આર.ઓ.બી. ની કામગીરી પ્રગતિ હેઠળ.

• ટુરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે `૬૦૫ કરોડની જોગવાઈ.

• અંદાજીત `૧૬૦૦ કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે `૫૦૦ કરોડની જોગવાઈ.

• અંદાજીત `૧૫૦૦ કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે `૩૮૪ કરોડની જોગવાઈ.

• અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને `૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે `૧૬૦ કરોડની જોગવાઈ.