કવાયત@દેશ: રામ મંદિરને લઇને અમિત શાહ-જેપી નડ્ડા સહીતના નેતાઓની હાજરીમાં ભાજપની મોટી બેઠક
અટલ સમાચાર, ડેસ્કઅયોધ્યામાં તૈયાર થઇ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે. રામ મંદિરને લઇને આજે ભાજપે બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. જેપી નડ્ડા અને અમિત શાહ સિવાય દરેક રાજ્યના પાર્ટીના બે-બે પદાધિકારી પણ બેઠકમાં સામેલ થશે. સૂત્રોની માનીએ તો બેઠકમાં લોકસભા ચૂંટણીના એજન્ડાને લઇને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા બતાવનાર એક પુસ્તક પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકસભા ચૂંટણી પહેલા નવા વોટર્સને જોડવા માટે બૂથ સ્તર પર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. પોતાની ચૂંટણી અભિયાન દરમિયાન ભાજપ આ વાત પર પણ ફોકસ કરશે કે કેવી રીતે વિપક્ષી દળોએ મંદિર નિર્માણમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે રામ મંદિર સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) દ્વારા આયોજિત તમામ કાર્યક્રમમાં ભાગ લેવા અને સમર્થન આપવાનો દાવો કર્યો છે.અયોધ્યામાં તૈયાર થઇ રહેલા રામ મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાનો છે. વડાપ્રધા નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થશે.