ચુકાદો@ગુજરાત: જામનગર કોર્ટથી હાર્દિક પટેલને મોટી રાહત, વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ જાહેર

 
Hardik Patel

અટલ સમાચાર, ડેસ્ક

જામનગરના કેસમાં વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરાયા છે. પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે ચુકાદો આવ્યો છે. જામનગર કોર્ટે MLA હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ કરાયો છે.

બિગતો મુજબ વર્ષ 2017ના કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ આજે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. જ્યારે આ કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન દરમિયાન 4 નવેમ્બર 2017ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં સભા યોજાઈ હતી. આ સભામાં રાજકીય ભાષણ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ આજે જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.