કવાયત@દેશ: One Nation One Electionને લઈ મોટી અપડેટ, રામનાથ કોવિંદની આગેવાનીમાં કમિટી બની
અટલ સમાચાર, ડેસ્ક
મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં વન નેશન, વન ઈલેક્શન પર કમિટી બનાવી છે. કમિટીમાં કોણ કોણ સભ્ય હશે, તેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે. આપને જણાવી દઈએ કે, સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી લોકસભા અને રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં 5 બેઠક થશે. કહેવાય છે કે, સરકાર સમાન નાગરિક સંહિતા અને મહિલા આરક્ષણ બિલ પણ રજૂ કરી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીને એક સાથે કરાવવાની વકાલત મજબૂતીથી કરતા આવ્યા છે. હવે તેના પર વિચાર કરવા માટે રામનાથ કોવિંદને જવાબદારી સોંપવાનો નિર્ણય, ચૂંટણી દ્રષ્ટિકોણના મેજબાન તરીકે સરકારની ગંભીરતાને પ્રદર્શિત કરે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા અને ત્યાર બાદ આગામી વર્ષે મે-જૂનમાં લોકસભા ચૂંટણી થશે.
તો વળી વન નેશન, વન ઈલેક્શન કમિટી વિશે પ્રતિક્રિયા આપતા શિવસેનાના અનિલ દેસાઈએ કહ્યું કે, મને મીડિયાના માધ્યમથી જાણકારી મળી રહી છે. આ પ્રકારની વાતો ફેલાવવી સારી બાબત નથી. 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. સરકારને એ જોવું જોઈએ કે, દેશના લોકો શું ઈચ્છે છે, તેમના મતને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આપને જણાવી દઈએ કે, સરકારે 18થી 12 સપ્ટેમ્બર સુધી લોકસભા અને રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં 5 બેઠક થશે. કહેવાય છે કે, સરકાર સમાન નાગરિક સંહિતા અને મહિલા અનામત બિલ રજૂ કરી શકે છે.