હવામાન@ગુજરાત: 31 માર્ચે IPL મેચ દરમ્યાન વરસાદને લઈ મોટી અપડેટ, જાણો એક જ ક્લિકે

 
Narendra Modi Stadium

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં યોજાનાર IPL મેચને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભરઉનાળે એક પછી એક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. હજુ તો એક માવઠું ગયું જ છે, ત્યાં આજથી બીજા માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીને પગલે આઇપીએલ રસિકોની પણ ચિંતા વધારી હતી, પરંતુ આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર, 31 માર્ચે વરસાદની શક્યતા નથી.

હવામાન વિભાગની નવી આગાહી સામે આવતાં IPL મેચના રસિકોને હાશકારો થયો છે. IPL દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના જુદા-જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કરા પડવાની શક્યતા નહિવતછે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમની શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટશે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે. 

Jaherat
જાહેરાત

આ સાથે 29 માર્ચે બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. 31 માર્ચે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.