બ્રેકિંગ@ગુજરાત: ગરમી વચ્ચે ફરી થશે માવઠું ? આગામી 5 દિવસને લઈ હવામાનની મોટી આગાહી

 
Manorama Mohanti

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજના દિવસમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં વરસાદ થવાની સંભાવના નહિવત છે. જોકે, રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે મહત્ત્મ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસમાં વરસાદ થવાની સંભાવના નહિવત છે. જોકે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્ત્મ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં રાહત મળી શકે છે.

આ સાથે મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, રાજ્યની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં આવતી કાલથી તાપમાનમાં બેથી ચાર ડિગ્રીમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ અરબ સાગરથી મજબૂત પવન રાજ્ય પર ફૂંકાઇ રહ્યો છે. જેથી તાપમાનમાં વધારો નહીં થાય પણ ગરમીનો પારો ઘટવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આખા ગુજરાતમાં ન જવાનું જણાવી દેવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 કિમીની આસપાસ પવન ફૂંકાવાવની સંભાવના છે.