બ્રેકિંગ@ગુજરાત: TET-2ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર, જાણો એક જ ક્લિકે

 
State Exam Bord TET

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હવે TET-2ની પરીક્ષા પહેલા કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, B.Ed. કર્યા બાદ શિક્ષક તરીકે લાયક ઠરવા માટે TETની પરીક્ષા આપવી જરૂરી છે. જોકે રાજ્યમાં 2018 બાદ TET-2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ તરફ હવે આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી TET-2ની પરીક્ષાના કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની અસર અમદાવાદ અને વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર જનાર ઉમેદવારો પર થવાની છે.

ગુજરાતમાં આગામી 23 એપ્રિલના રોજ પાંચ વર્ષ બાદ TET-2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. અમદાવાદ અને વડોદરાના પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડે અમદાવાદ અને વડોદરા ખાતે પરીક્ષા આપવા જનારા ઉમેદવારોને આ ફેરફાર બાબતે સુચના આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લે વર્ષ 2017-18માં TETની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ TETની કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં TETની પરીક્ષાના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર મહિના સુધી ચાલેલી ફોર્મ ભરાવવાની પ્રક્રિયામાં 2 લાખ 72 હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.