કવાયત@ગુજરાત: લોકસભા ચૂંટણીને લઇ ભાજપ એક્શન મોડમાં, ધારાસભ્યોને સોંપાયો આ ટાસ્ક

 
Bhupendra Patel CR Patil

અટલ સમાચાર,ડેસ્ક 

ગુજરાત સહિત દેશભરમાં ભાજપની ચૂંટણી પહેલાની અને ચૂંટણી સમયની રણનીતિ ભારે ચર્ચામાં રહેતી હોય છે. બૂથ લેવલ મજબૂત બનાવવાથી લઈને ઉમેદવારની પસંદગી સુધીના તમામ પાસાઓ પર બારીકાઈથી કામ કરવામાં આવતું હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ વિરોધીઓ પ્લાનિંગ કરી રહી હતી ત્યાં ભાજપે વિવિધ કામગીરી આરંભી દીધી હતી. હવે આગામી સમયમાં વર્ષ 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે ગુજરાતથી પોતાના 26એ 26 સાંસદોને દિલ્હી પહોંચાડવા માટેની કામગીરી આરંભી દીધી છે. આ માટે ધારાસભ્યોને સ્પેશિયલ ટાસ્ક આપીને મહત્વની સૂચના આપી દેવામાં આવી છે.

દેશમાં લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં આવશે અને હજુ તેને એક વર્ષ કરતા વધુનો સમય બાકી છે. જોકે આ તરફ અત્યારથી જ ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોને ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ભાજપની આ અંગે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યોને સ્પેશિયલ ટાસ્કની સોપણી કરવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો ધારાસભ્યોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદારોનો સંપર્ક કરવાની સૂચના આપી દેવામાં આવી છે. બેઠક દરમિયાન મોબાઈલ એપ્લિકેશનની પ્રચાર-પ્રસારની રણનીતિથી ધારાસભ્યોને અવગત કરાવવામાં આવ્યા છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

Jaherat
જાહેરાત

આ સાથે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં આવતા મતવિસ્તારના મતદાતાઓનો ડેટાબેઝ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો છે. ગુરુવારે વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, સંગઠનમંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. સીએમ, અધ્યક્ષ અને સંગઠનમંત્રીની હાજરીમાં ધારાસભ્યોને લોકસભા ચૂંટણી પહેલા મહત્વનો ટાસ્ક સોંપાયો છે.