બનાવ@હિંમતનગર: ટીપી રોડને લઈ મહિલાઓના વિરોધ વચ્ચે ભાજપના ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું

 
Himmatnagar

અટલ સમાચાર, ડેસ્ક

હિંમતનગર શહેરના રણછોડરાય સોસાયટીના નાકે મહિલાઓના વિરોધ વચ્ચે ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ટીપી રોડનું ખાતમુહૂર્ત કર્યુ હતું. મહિલાઓના આરોપ છે કે, ટીપી રોડની કામગીરીમાં મોટા માથાના મકાન બચવવા સેન્ટ્રલ લાઈન પાલિકાએ ચેન્જ કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિવિધ 11 વિકાસકામોનું ખાતમુહૂર્ત ભાજપના ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જોકે, બીજી તરફ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનો વિરોધ છતાં પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું ચાલુ રાખ્યું હતું.

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચાર વોર્ડમાં 11 વિકાસ કામો 2 કરોડ 85 લાખના કરવામાં આવશે. જેનું ખાત મુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. જે દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, સિધ્ધાર્થ પટેલ, કૌશલ્યાકુંવરબા, શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય તથા વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્યો હાજર રહ્યા હતા.