ચકચાર@ભિલોડા: BJP ધારાસભ્યના પત્નીને બંધક બનાવી દાગીના અને રોકડની લૂંટ

 
Bhiloda MLA

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લીમાં ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લૂંટ થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ SP અને MLA પી.સી.બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવીને ઘરમાં લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ થયાનું સામે આવ્યું છે. આ મુદ્દામાલ કયો કયો હતો તે અંગે હજી જાણ થઇ નથી. MLAના ઘરમાં લૂંટ થવાના કારણે અરવલ્લી SP સહિતની અનેક ટીમો તપાસમાં લાગી ગઇ છે. આ તપાસમાં ડોગ સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવાશે.

અરવલ્લી SP શેફાલી બરવાલે જણાવ્યુ છે કે, બે શંકાસ્પદો અમારા હાથમાં છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમની લૂંટ થઇ છે. MLA સર પણ પોતાના ઘરમાં તપાસ કરી રહ્યા છે. તેમના ઘરમાંથી કેટલાની લૂંટ થઇ છે તે અંગે તેઓ જણાવશે. હાલ જે બે શંકાસ્પદ પકડાયા છે એ અમારી મેજર લીડ્સ છે.