રાજનીતિ@બેચરાજી: APMCની પેટા ચૂંટણીમાં BJP Vs BJP ? કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
અટલ સમાચાર, ડેસ્ક
બેચરાજી APMCમાં પેટાચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. જોકે એનું કારણ એ છે કે, અહીં એક બેઠક માટે યોજાનાર પેટાચૂંટણીમાં BJP Vs BJPનો ઘાટ ઘડાયો છે. વિગતો મુજબ ખેડૂત વિભાગની એક અને વેપારી વિભાગની ખાલી પડેલી એક બેઠક માટે યોજાનાર પેટાચૂંટણી પહેલા ખેડૂત વિભાગની બેઠકે તો બિનહરીફ થઈ છે. જોકે વેપારી વિભાગની બેઠક માટે 88 વર્ષની ઉંમરના ભાજપના જ સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જોકે અહીં નોંધનીય છે કે, ભાજપે અહીં દેવગઢના કિરીટ પટેલને મેન્ડેડ આપ્યું હોઇ તેમણે પણ ફોર્મ ભર્યું છે.
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીની APMCમાં ખાલી પડેલ બે બેઠક માટે તા. 29 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. જોકે તે પહેલા એક બેઠક એટલે કે ખેડૂત વિભાગની બેઠકે તો બિનહરીફ થઈ છે. જોકે અહી ભાજપના મેન્ડેટવાળા સામાજિક કાર્યકર અને યુવાનેતા કિરીટભાઈ પટેલ દેવગઢની સામે ભાજપના જ 88 વર્ષીય અને ભાજપના વર્ષો જૂના કાર્યકર વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ તરફ હવે બેચરાજીનું રાજકારણ ગરમાયું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા વિઠ્ઠલભાઈ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જે બાદમાં તેમણે જણાવ્યું કે, હું તો ભાજપનો દીવો બળે ત્યારનો ભાજપમાં છું અને ભાજપમાં રહીશ. પક્ષમાંથી સસ્પેન્ડ થયેલ વિઠ્ઠલભાઈ પટેલે 269માંથી 180 મતદારો તેમની સાથે હોવાનો દાવો કર્યો હતો. આ તરફ હવે યુવાનેતા કિરીટભાઈ પટેલે 30મીએ પોતાના તરફી પરિણામ આવશે તેવો દાવો કર્યો છે.